sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Guru Poornima

Guru Poornima

Guru Poornima

ગુરુ-શિષ્ય પરંપરા ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અને પવિત્ર અંગ છે. માતા-પિતા પછી ગુરુનું સ્થાન આવે છે. પ્રવર્તમાન સમયમાં આંખા વિશ્વમાં ગુરુનો મહિમા અજોડ અને અનન્ય માનવામાં આવે છે. તૈતરીય ઉપનિષદમાં “આચાર્ય દેવો ભવ :” કહીને ગુરુને ભગવાનની સમકક્ષ સ્થાન આપ્યું છે. ગુરુને ફક્ત બ્રહ્મા,વિષ્ણુ,મહેશ નહિ પરંતુ સાક્ષાત પરબ્રહ્મ કહીને ભારતીય જનોને ગુરુ સમક્ષ નતમસ્તક થવાનો ભાવ દર્શાવ્યો છે.

ગુરુ બ્રહ્મા,ગુરુ વિષ્ણુ ,ગુરુ દેવો મહેશ્વર:|
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ:||

અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે દેશભરમાં ઊજવવામાં આવે છે. અમારી કોલેજમાં પણ ગુરુપૂર્ણિમાનો દિવસ ખૂબ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરુ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. સત્યના પંથે ચાલવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. ગુરુના આશિર્વાદ વિના જીવનમાં પ્રગતિ કરી શકાય નહિ. અમારી કોલેજમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઊજવણી કરવા માટે અગાઉથી આયોજન કરવામાં આવે છે.આ દિવસે વર્ગખંડને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે.પ્રાર્થનાસભા કાર્યક્રમ પણ વિશેષ રીતે કરવામાં આવે છે.ગુરુપૂર્ણિમાનું મહત્વ રજૂ કરવામાં આવે છે. ગુરુની મહત્તા દર્શાવતા ગીતો,ભજનો,દોહા વગેરે તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.સાથે-સાથે પ્રાર્થનાસભામાં દરેક અધ્યાપકોને તાલીમાર્થીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવે છે. ત્યારબાદ સૌ સ્ટાફગણ તેમજ સૌ તાલીમાર્થીઓને મો મીઠું કરાવવામાં આવે છે. અંતે આચાર્યશ્રી તથા દરેક અધ્યાપક તાલીમાર્થીઓને આશીર્વચન આપે છે.