sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Computer Lab / ICT Lab

Computer Lab / ICT Lab

બી.એડ.ના તાલીમાર્થીઓ આવતીકાલના શિક્ષકો છે. આગામી સમયમાં શાળામાં આવતા તાલીમાર્થીઓએ પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય કરવાનું થાય તેવા સંજોગોમાં શિક્ષણના અદ્યતન પ્રવાહો અને કલા કૌશલ્યથી અજ્ઞાન રહે તે કેમ ચાલે?

આવા તાલીમાંર્થીઓ વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને કૌશલ્યથી સભાન બને તે પણ જરૂરી છે. અસરકારક અધ્યાપન કાર્ય કરી શકે તેમજ આગામી દિવસોમાં માહિતી તકનિકીનો વર્ગખંડમાં અને વ્યવહારમાં ઉપયોગ કરી શકે તે બાબતોના અનુસંધાનમાં શિક્ષક પ્રશિક્ષણ (તાલીમ) સાથે કમ્પુટરની તાલીમ પણ આપવામાં આવે છે. આમતો, ક્મ્પ્યુટર વિષય શિક્ષક પ્રશિક્ષણની તાલીમના ભાગ રૂપે છે જ . જેના સંદર્ભમાં કમ્પ્યૂટર લેબમાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી Basic Computer (M S Office) ની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બાબતોની સમજ આપવામાં આવે છે સાથે પ્રેકટીકલ પણ કરાવવામાં આવે છે.

કોમ્પુટર લેબમાં ૨૦ જેટલા કમ્પ્યૂટર આવેલા છે જે મુખ્ય સર્વર સાથે સંકળાયેલા છે. પ્રત્યેક કમ્પ્યૂટર માં M S Office install કરવામાં આવેલ છે. કમ્પ્યૂટર શિક્ષકની મદદથી અભ્યાસક્રમને અનુલક્ષીને M S Office (Word, Power Point & Excel) તેમજ ઈન્ટરનેટની સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત Hard Ware અને Soft Ware કોને કહી શકાય ? તેનું પ્રત્યક્ષીકરણ કરાવી સમજુતી આપવામાં આવે છે. જેમાં કમ્પ્યૂટરના વિવિધ ભાગો જેવાકે મધરબોર્ડ, હાર્ડડિસ્ક, મોનીટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, રેમ, પાવર સપ્લાય (SMBS), સીડી, ફ્લોપી, ડીવીડી જેવા પાર્ટ્સ ની સમજ, સ્થાન અને ઉપયોગીતા સમજાવવામાં આવે છે. સાથે સાથે આ Hard Ware નો પ્રત્યક્ષ કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ પણ કમ્પ્યૂટર લેબમાં આપવામાં આવે છે.

M S Office માં Word, Power Point અને Excel ની શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં તેની ઉપયોગીતા સદ્રષ્ટાંત સમજાવવામાં આવે છે., ત્યારબાદ તાલીમાર્થીઓ પોતે મેળવેલ કમ્પ્યૂટરના જ્ઞાન આધારિક પોતાની મેથડના વિષયવસ્તુને ધ્યાનમાં રાખી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને તેનો વર્ગખંડમાં ઉપયોગ પણ કરે છે.

સાયબર યુગમાં ઈન્ટરનેટના ઉપયોગની ઉપયોગીતા, ઈમેલ આઈડી બનાવવું જેવી પ્રયોગિક અને સૈદ્ધાંતિક માહિતી આપી તાલીમાર્થીઓ દ્વારા ઇમેલ આઈડી તૈયાર કરાવવામાં આવે છે. સદર કમ્પ્યૂટર લેબમાં BISAG સંચાલિત કેટલાક જીવંત (Live) શૈક્ષણિક કાર્યક્રમો પણ દર્શાવવામાં આવે છે.